જંબુસર :માતા-પુત્રને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

જંબુસર ખાતે રહેતી એક મહિલા સાથે વર્ષ 2012માં સામાન્ય બાબતે ઝઘડો થયો હતો.જેના પગલે ઉશ્કેરાયેલાં પરિવારે મહિલાના પતિ સાથે ઝઘડો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે અંગેનો માતા-પિતા અને પુત્ર સામે કેસ ચાલી ગયો હતો. કેસ દરમિયાન પિતાનું મોત નીપજ્યું હતું.

અરસામાં અદાલતે કેસમાં માતા-પુત્રને કસુરવાર ઠેરવી તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.વર્ષ 2012માં 31મી મેના રોજ રાત્રે ધનીબેન તેમજ તેમના પરિવારજનો ઘર પાસે બેઠાં હતાં. થુકવા બાબતે પાડોશી શંકર રણછોડ રાઠોડે તેમની સાથે ઝઘડો કર્યો હતો.

કેસમાં સરકારી વકીલ આર. જે. દેસાઇની દલીલોને ગ્રાહ્ય રાખી ભરૂચના પાંચમા એડિશનલ સેશન્સ જજ એન. એસ. સિદ્દીકીએ આરોપી શંકર રાઠોડ કેસ દરમિયાન ગુજરી ગયાં હોઇ તેમની પત્ની શારદા, પુત્ર મનીષને હત્યા, એકબીજાની મદદગારી, એટ્રોસિટીની કલમ હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી