September 18, 2020
September 18, 2020

જમ્મુ-કાશ્મીર : સેના અને આતંકી વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર – એક જવાન ઘાયલ

શ્રીનગરના રણબીરગઢમાં સેનાએ અથડામણમાં બે આંતકીઓને કર્યા ઠાર

જમ્મુ-કશ્મીરમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ ચાલી રહી છે. અથડામણમાં સેનાએ અત્યાર સુધીમાં બે આતંકી ઠાર કરાવમાં આવ્યા છે. જ્યારે એક જવાન ઘાયલ થયો છે. હાલ ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો છે.

મળતી વિગત મુજબ, રણબીરગઢ વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ છૂપાયેલા હોવાની માહિતી મળતા સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા આંતકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધું. જો કે વળતી કાર્યવાહીમાં સેનાએ બે આતંકીને ઠાર માર્યા હતા.

હજુ પણ આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકાને લઇ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરી છે.

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર