જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સફાયો, એક જવાન શહીદ

છેલ્લા 24 કલાકમાં 9 આતંકવાદીઓને ફૂંકી માર્યા

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગુરુવારે રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જે દરમિયાન ત્રણ આતંકીઓના મોતના સમાચાર છે. બીજી બાજુ આ એન્કાઉન્ટર દરમિયાન ચાર જવાન પણ ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી છે. ખાસ વાત એ છે કે સુરક્ષાદળો અને પોલીસની કાર્યવાહીમાં છેલ્લા 24 કલાકમાં 9 આતંકવાદીઓ માર્યા ગયા છે. અગાઉ દક્ષિણ કાશ્મીરના બે જિલ્લામાં પણ 6 આતંકવાદીઓનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.

ગુરુવારે શ્રીનગરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન 3 આતંકીઓ માર્યા ગયા છે. મીડિયા અહેવાલો અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે, “પ્રારંભિક ગોળીબારમાં ત્રણ પોલીસકર્મીઓ અને CRPFનો એક જવાન ઘાયલ થયા હતા, જેમને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત રોજ દક્ષિણ કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં બે પાકિસ્તાની નાગરિકો સહિત છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે જેઓ 13 ડિસેમ્બરે શ્રીનગરની બહાર પોલીસ બસ પર હુમલો કરવામાં સામેલ હતા.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી