શ્રીનગરમાં આતંકીઓએ CID ઈન્સ્પેક્ટરને મારી ગોળી

આતંકી હુમલામાં પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ એકવાર ફરી હુમલો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામ વિસ્તારમાં મંગળવારે CIDના એક પોલીસ અધિકારીની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી દીધી છે. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શહેરના નૌગામ વિસ્તારના કનિપોરામાં આતંકીઓએ પોલીસ નિરીક્ષક પરવેઝ પર તેના આવાસ પર ગોળી મારી ઘાયલ કરી દીધો. તેમણે જણાવ્યું કે, અધિકારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું નિધન થયું છે. પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ શરૂ કરી છે. 

10 દિવસ પહેલાં પણ 2 પોલીસ કર્મચારી શહીદ થયા હતા

જમ્મુ કાશ્મીરના બારામૂલામાં 10 દિવસ પહેલાં આતંકીઓએ પોલીસ અને CRPFની ટીમ પર આડેધડ ફાયરિંગ કર્યું. આ હુમલામાં બે પોલીસ કર્મચારી શહીદ થયા હતા. બે સામાન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા. કાશ્મીરના IG વિજય કુમારે હુમલાની પાછળ લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો હાથ હોવાનું જણાવ્યું હતું.

 49 ,  1