જમ્મુ-કાશ્મીર : પુલવામામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ

સેનાએ બે આતંકીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન જારી

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં  સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બંને તરફથી ભારે ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. બુધવારે સવારે શરૂ થયેલું એન્કાઉન્ટર પુલવામા જિલ્લાના કસ્બાયર રાજપોરા વિસ્તારમાં થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કસબાયર વિસ્તારમાં બે આતંકીઓ છુપાયા હતા, જેને સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપોરા બસ્તીના કસ્બાયર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક અધિકારીએ કહ્યું કે તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે જ્યાં આતંકીઓ હાજર હતા ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ દરમિયાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોના આ ઓપરેશનમાં બે આતંકીઓ ફસાયા હતા. તેમણે કહ્યું કે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ સ્થળ પર શોધખોળ વધુ તીવ્ર બનાવી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ સતત ગોળીઓ ચલાવી રહ્યા હતા, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી