જમ્મુ કાશ્મીર : માછિલ સેક્ટરમાં પાક.દ્વારા ફાયરિંગમાં ભારતીય જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં પાકિસ્તાને ફરીથી એકવાર નાપાક હરકતને અંજામ આપ્યો છે. આજે સવારે પાકિસ્તાન તરફથી કૂપવાડામાં માછિલ સેક્ટરમાં સીઝફાયરનો ભંગ કરવામાં આવ્યો. ક્રોસ બોર્ડરથી થયેલા ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. એક બાજુ કૂપવાડામાં પાકિસ્તાન તરફથી સીઝફાયરનો ભંગ થયો છે.

જ્યારે બીજી બાજુ શોપિયામાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આજે ઘાટીના શોપિયા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં અત્યાર સુધી બે આતંકીઓ ઠાર થયા છે.

માર્યા ગયેલા આતંકીઓની હજુ સુધી ઓળખ થઈ નથી.મળતી માહિતી મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયાના બોના બજાર વિસ્તારમાં 2થી 3 આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી