અનંતનાગમાં બીજી વખત એન્કાઉન્ટર, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં 24 કલાકની અંદર બીજુ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. સેનાએ વધામા વિસ્તારમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન સેનાના એક જવાન પણ શહીદ થયા છે. હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે. 

સેનાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અત્યારે પણ એન્કાઉન્ટર ચાલુ છે. સેના દ્વારા સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સેનાને મંગળવારે સવારે આ વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારપછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઠાર કરવામાં આવેલા બે આતંકીઓ જૈશના હોવાની માહિતી મળી છે.

 12 ,  1