કાશ્મીરઃ બનિહાલ ટનલ પાસે કારમાં બ્લાસ્ટ, CRPFના કાફલાનો બચાવ

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર બનિહાલની પાસે એક કારમાં સંદિગ્ધ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતું સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઇ હતી. તો વિસ્ફોટના પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સીઆરપીએફનો કાફલો કારથી ઘણો દૂર હતો.

બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે દૂર હોવા છતાંય સીઆરપીએફની એક બસને સામાન્ય નુકસાન થયું છે. જોકે સૂત્રોનુ કહેવુ છેકે આ આતંકવાદી હુમલાનો પ્રયાસ હોય તેવુ લાગતુ નથી, કદાચ કારમાં ગેસનો સિલિન્ડર ફાટ્યો હોય તેવુ બની શકે છે. પણ મામલાની તપાસ ચાલી રહી છે.કારનો ડ્રાઈવર કાર છોડીને ફરાર થઈ ગયો છે.જેના કારણે આ ઘટના વધારે શંકાસ્પદ બની છે.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આઈઈડીથી ભરેલી કાર સીઆરપીએફના કાફલાને ટકરાઈ હતી. આ આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા.

 61 ,  3