કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા બંધ, યાત્રીઓને પરત જવાની સૂચના

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલો થવાનું જોખમ જોવા મળી રહ્યું છે. આતંકી હુમલાની શંકાએ સરકારે હાલ અમરનાથ યાત્રા રોકી દીધી છે અને યાત્રીઓને પરત જવાની સલાહ આપી છે. હકીકતમાં અમરનાથ યાત્રાના રસ્તેથી એક અમેરિકન સ્નાઇપર રાઇફલ M-24 મળી આવી છે. આ સિવાય રસ્તામાંથી પાકિસ્તાન નિર્મિત અનેક બારુદ સુરંગ પણ મળી આવી છે.

ભારતીય સેનાએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે હાલ આ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે અને અન્ય બારુદી સુરંગો મળવાની પણ આશંકા છે. જો કે ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું કે અમરનાથ યાત્રાના વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. ઢિલ્લન પ્રમાણે હાલ સેનાનો ટાર્ગેટ જેશ એ મોહમ્મદ અને લશ્કર એ તોયબા જેવા સંગઠનોને ઘાટીમાંથી જડમૂડથી ખતમ કરવાનો છે.

જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા કહેવામ આવે છે કે અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ શક્ય હોય તેટલા જલદી કાશ્મીર ખીણ વિસ્તાર છોડીને નીકળી જાય. આ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલવાની હતી પરંતુ હવે તે રોકી દેવામાં આવે છે.

ઢિલ્લને કહ્યું કે પાકિસ્તાની આર્મી ઘાટીમાં શાંતિભંગ કરવાના ઇરાદાથી આ પ્રકારે આતંકીઓનો સાથ આપી રહી છે. ઢિલ્લને કહ્યું કે પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોએ છેલ્લા કેટલાક દિવસોમાં IED અને બારુદી સુરંગોનો ઉપયોગ કર્યો છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી