લોકસભામાં અમિત શાહના આકરા તેવર, PoK અને અક્સાઈ ચીન માટે જીવ આપી દઈશું

ગૃહ પ્રધાન અમિત શાહે આજે લોકસભામાં જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ અને 35એની જોગવાઇ અંગેના સરકારી પગલાને લોકસભામાં રજૂ કર્યું હતું. કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીએ એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર સંસદીય કાર્યવાહી અંગેના નિયમોનો ભંગ કરીને આગળ વધી રહી હતી.

ચર્ચાની શરૂઆત કરતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને પૂરેપૂરો હક છે. કોંગ્રેસના રાજમાં કલમ 370માં બેવાર સંશોધન થયું હતું.

નોંધનીય છે કે, કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ બિલ રજૂ થયા બાદ જણાવ્યું કે, હું નથી માનતો કે તમે પાક અધિકૃત કાશ્મીર વિશે વિચારી રહ્યા છો. તમે બધા જ કાયદાઓનું ઉલ્લંઘન કર્યુ છે અને અડધી રાતે રાજ્યને કેન્દ્ર શાસિતમાં ફેરવી દીધું છે.

તેમના નિવેદન બાદ અમિત શાહે કહ્યું કે, હું એટલા માટે આક્રમક છું કે જમ્મુ અને કાશ્મીરના પીઓકેને તમે ભારતનો હિસ્સો નથી માનતા? આક્રમક કેમ ન થઉં..તેના માટે જીવ આપી દઈશું. તમે શું વાત કરી રહ્યા છો..તેના માટે જીવ આપી દઈશું.

જમ્મુ કશ્મીર અને પીઓકે માટે અમે જીવ આપી દેવા તૈયાર છીએ એમ શાહે કહ્યું ત્યારે શાસક પક્ષના સભ્યોએ પાટલી પછાડીને તથા હર્ષનાદો કરીને શાહને વધાવી લીધા હતા.લોકસભામાં તો ભાજપની પૂર્ણ બહુમતી હોવાથી આ ખરડો સહેલાઇથી પસાર થઇ જવાનો છે. કોંગ્રેસ જમ્મુ કશ્મીર અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે એમ ગૃહપ્રધાને કહ્યુ હતુ.

ગૃહ મંત્રીએ કહ્યું કે આજના પ્રસ્તાવ અને બિલ ભારતના ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં લખવામાં આવશે અને આ મહાન ગૃહ તેની પર વિચાર કરવા જઈ રહ્યું છે. અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રપતિએ કાલે એક બંધારણીય આદેશ જાહેર કર્યો છે જે હેઠળ ભારતના બંધારણના તમામ અનુબંધ જમ્મુ-કાશ્મીરમાં લાગુ થશે. સાથોસાથ કાશ્મીરને મળનારા વિશેષ અધિકાર પણ નહીં રહે અને પુનર્ગઠનનું બિલ પણ લઈને આવ્યો છું.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી