September 27, 2020
September 27, 2020

J&K : બારામૂલા આતંકી હુમલો, એક પોલીસ ઓફિસર અને બે જવાન શહીદ

 આતંકીઓના ફાયરિંગમાં એક પોલીસકર્મી તેમજ બે જવાન શહીદ થયા

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાઓ જારી છે. ફરી એકવાર ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ સુરક્ષાબળો પર હુમલો કરી દીધો છે. હુમાલમાં એક પોલીસ ઓફિસર તેમજ બે જવાન શહીદ થયા છે.

જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના કરીરી વિસ્તારમાં આતંકીઓએ CRPF અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર ફાયરિંગ કર્યું છે. વિસ્તારની ઘેરાબંઘી કરીને આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. ચાર દિવસમાં પોલીસ પર આતંકી હુમલાની આ બીજી ઘટના છે. 14 ઓગસ્ટે નૌગામમાં આતંકીઓના ફાયરિંગમાં 2 પોલીસકર્મી શહિદ થયા હતા.

ચાર દિવસમાં પોલીસ પર આંતકી હુમલાની આ બીજી ઘટના છે. 14 ઓગસ્ટે નૌગામમાં આતંકીઓના ફાયરિંગમાં 1 પોલીસકર્મી તેમજ બે જવાન શહીદ થયા હતા. છેલ્લા ઘણા દિવસોમાં પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર આતંકી હુમલા વધી ગયા છે. 12 ઓગસ્ટે બારામૂલાના સોપોરમાં સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટીને નિશાન બનાવ્યા હતા.

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર