કાશ્મીરમાં આતંકવાદીઓના નિશાના પર ભાજપના નેતાઓ, છેલ્લા પાંચ મહિનામાં 8 નેતાઓની હત્યા

આતંકીઓએ BJP યુવા મોર્ચાના મહાસચિવ સહિત 3 નેતાઓની કરી હત્યા

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ફરી એકવાર આતંકીઓના નિશાન બન્યા છે. ગુરુવારે કુલગામમાં ભાજપના ત્રણ નેતાઓની હત્યા કરવામાં આવી હતી. જેમાં જમ્મુ-કાશ્મીર ભાજપ યુવા મોરચાના મહામંત્રી પણ સામેલ છે.

આતંકી હુમલાની જવાબદારી ધ રજિસ્ટેન્સ ફ્રંટ (TRF) નામના સંગઠને લીધી છે. આ સંગઠન લશ્કર-એ-તૌયબાનું સહયોગી સંગઠન છે. બાંદીપોરામાં ભાજપના નેતા વસીમ બારીની હત્યામાં પણ આ સંગઠનનું જ નામ સામે આવ્યું હતું.

ગુરુવારે જે ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી તેમાં ફીદા હુસેન,ઉમર રશીદ બેગ અને અબ્દર રશીદ બેગનો સમાવેશ થાય છે. દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડમાં આતંકવાદીઓ કારમાં સવાર ભાજપના ત્રણેય નેતાઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

જાણકારી પ્રમાણે ભાજપ યુવા મોર્ચાના મહાસચિવ ફિદા હુસૈન પોતાના બે સાથીઓ ઉમર રહજાન અને હારૂન બેગની સાથે ઘર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં વાઈકે પોરા વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેકા આતંકીઓએ તેમના પર ગોળીઓનો વરસાદ શરૂ કર્યો હતો. હુમલો કર્યા બાદ આતંકીઓ ફરાર થઈ ગયા છે. સ્થળ પર પહોંચેલી પોલીસે ભાજપના નેતાઓને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા જ્યાં સારવાર દરમિયાન તેના મોત થયા છે. 

પોલીસ સેનાની સાથે મળીને તે વિસ્તારમાં એક-એક ઘરમાં સર્ચ કરી રહી છે. જણાવવામાં આવ્યું કે આતંકી એક વાહન પર સવાર થઈને આવ્યા હતા. હુમલો કર્યા બાદ ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઘાટીમાં ઘણા ભાજપના નેતાઓ પર આતંકીઓએ હુલમો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેનાથી ડરીને ભાજપના ઘણા પદાધિકારી રાજીનામા આપી ચુક્યા છે. 

આપને જણાવી દઈએ કે જૂનથી અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના આઠ નેતાઓની હત્યા કરવામાં આવી છે. આતંકીઓ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે.

ચાર મહિના પહેલાં જ બાંદીપોરામાં ભાજપના નેતા વસીમ બારીની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં તેમના પિતા અને ભાઈના પણ મોત નિપજ્યા હતા. વસીમ બાંદીપોરા જિલ્લાના ભાજપના અધ્યક્ષ હતા. વસીમ બારી પર હુમલો તે સમયે થયો હતો, જ્યારે તેઓ પોતાની દુકાનમાં પિતા અને ભાઈની સાથે હતા. આ દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું.

ઓક્ટોબરમાં ગાંદરબલ વિસ્તારમાં આતંકીઓએ ભાજપ નેતા ગુલામ કાદિરના ઘર પર હુમલો કર્યો હતો. નેતા તો બચી દયા પરંતુ તેમના પીએસઓ અલ્તાફ હુસૈન શહીદ થઈ ગયા હતા. એક આતંકી પણ અથડામણમાં માર્યો ગયો હતો. આ પહેલા દસ ઓગસ્ડે બડગામમાં ભાજપ નેતા અબ્દુલ હમીદ નઝરની ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સાત ઓગસ્ટે આતંકીઓએ કાજીકુંડ વિસ્તારમાં ભાજપના સરપંચ સજ્જાદ અહમદની હુમલો કરી હત્યા કરી દીધી હતી. આઠ જુલાઈએ આતંકીઓએ બાંડીપોરામાં ભાજપ નેતા વસીમ બારી, તેમના પિતા અને ભાઈની હત્યા કરી દીધી હતી.

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર