J&K: બડગામમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને માર્યા ઠાર, સર્ચ ઓપરેશન યથાવત્

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના છિત્તરગામના સુત્સુકલા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. મળતી વિગત મુજબ, બન્ને આતંકીઓ જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

સુરક્ષાદળોને સુત્સુ ગામમાં 3 આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતી હતી. ત્યારબાદ સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આ બે આતંકીઓ ઠાર મરાયા. જો કે અન્ય એક આતંકી ફરાર છે. જેને લઇ સેનાએ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે.

આપને જણાવી દઇએ, આ અગાઉ કાશ્મીરના શોપિયા અને કૂપવાડા જિલ્લામાં ગુરુવારે સેનાએ અલગ અલગ જગ્યાએ સર્જાયેલી બે અથડામણમાં ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

 30 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર