હાઈવે સુમસામ, ચૂંટણી પ્રચાર કઈ રીતે થઇ શકે ?

સત્તાવાળાઓએ જમ્મૂ કાશ્મીરના ખીણ પ્રદેશમાં અઠવાડિયામાં બે દિવસ મહત્વના હાઈવે પર જાહેર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. ઉધ્ધમપુર – બારામુલ્લા હાઈવે એક મહત્વનો હાઈવે છે. જે શ્રીનગરને દેશના અન્ય ભાગો સાથે જોડે છે.

કાશ્મીરના ગવર્નર દ્વારા એવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે, અઠવાડિયામાં બે દિવસ સુરક્ષા દળોની વાહન દ્વારા હેરફેરને લઈને હાઈવે સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવશે. જેનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.

કેમકે જમ્મૂ કાશ્મીરમાં પણ લોકસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ઉમેદવારોને પ્રચાર માટે હાઈવે થઈને એક સ્થળેથી બીજા સ્થળે જવું પડે છે. પરિણામે હાઈવે બંધ કરી દેવામાં આવે તો પ્રચાર પ્રસાર કઈરીતે થઇ શકે તેવા સવાલો પણ થઇ રહ્યા છે.

 30 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર