J&K: પુલવામાંમાં IED બ્લાસ્ટ, 9 સૈનિકો ઘાયલ, એક દિવસ પહેલા જ મળ્યું હતું હુમલાનું એલર્ટ

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. અહી આતંકીઓએ IED બ્લાસ્ટ કર્યો છે અને આર્મીના 44 રાષ્ટ્રીય રાઈફલ્સ પર નિશાનો લગાડવાની કોશિશ કરી છે. આ હુમલામાં સેનાના 9 સૈનિકો ઘાયલ થયા છે. આમાંથી ૩ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બધા સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ હુમલો પુલવામાંના અરિહલ ગામના લાસ્સીપુરા રોડ પર થયો છે. સેના અને આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર પણ થયો છે. આ હુમલો ત્યારે થયો જયારે સેનાની બખ્તરબંધ ગાડીઓ અહીંથી પસાર થઇ રહી હતી. હુમલો એટલો જોરદાર હતો કે સેનાની ગાડીઓને ખૂબ નુકસાન પહોંચ્યું છે.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં જ આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સ્થળો ઉપર એર સ્ટ્રાઇક કરી હતી.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી