‘વાપસ કભી કશ્મીર નહીં આયેંગે…’ આતંકીઓના હુમલાથી ડર્યા પ્રવાસી મજૂરો

પરપ્રાંતીય મજૂરોની હત્યા બાદ ભયનો માહોલ, વતનની વાટ પકડી

જમ્મુ કાશ્મીરમાં બિનમુસ્લિમ પ્રવાસી મજૂરોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જેના પગલે હવે બિહારી મજૂરો રાજ્ય છોડવા મજબૂર બન્યા હતા. જમ્મુ કાશ્મીરમાં પ્રવાસી મજૂરોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. આ પ્રકારે બહારના અને વિધર્મી નાગરિકોની હત્યા કરી દેવામાં આવતા ભયનો માહોલ છે. બીજા પ્રદેશોમાંથી આવેલા લોકો હવે એટલા ડરી ગયા છે કે તેઓ પલાયન કરવા મજબૂર થઈ ગયા છે. 

જમ્મુ રેલવે સ્ટેશન પર અત્યારે સમગ્ર નજારો બદલાઈ ગયો છે. જમ્મુ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોની ભીડ જોવા મળી હતી. જે પોતાના ઘરે જવા માગે છે. જમ્મુ રેલવે સ્ટેશને ફૂટપાથ પર ભારે સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા છે અને બેસી ગયા છે. બધા પોત-પોતાના ઘરે જવા માટે નેક્સ્ટ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.

રવિવારે કાશ્મીરમાં બિહારથી આવેલા બે પરપ્રાંતિય મજૂરોની હત્યા બાદ રેલવે સ્ટેશનનું દ્રશ્ય બદલાઈ ગયું છે. જમ્મુ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો જોવા મળ્યા હતા, જેઓ તેમના ઘરે પરત ફરવા માંગે છે. જમ્મુ રેલવે સ્ટેશનની ફૂટપાથ પર મોટી સંખ્યામાં લોકો બેઠા છે, બધા પોતપોતાના ઘરે જવા માટે ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.

પોતાના સ્થિતિનું વર્ણન કરતા ઘણા મજૂરોની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. ભૂખના કારણે ઘણા મજરૂના બાળકો રડી રહ્યા હતા. કેટલાક લોકોએ કહ્યું કે, હવે અમે ક્યારેય કાશ્મીર પરત નહીં આવીએ કેમ કે આતંકીઓ ધમકી આપી રહ્યા છે અને ઘાત લગાવીને પરપ્રાતિંયો પર હુમલાઓ કરી રહ્યા છે.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી