September 24, 2020
September 24, 2020

જમ્મુ-કાશ્મીર : શ્રીનગરમાંથી મળી આવ્યા IED વિસ્ફોટક, મોટી જાનહાની ટળી

શ્રીનગર બારામુલા રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક IED શંકાસ્પદ વસ્તુ મળી આવી, આતંકી ષડયંત્ર નિષ્ફળ

જમ્મુ-કાશ્મીરમાં આજે મોટી દુર્ઘટના ટળી હતી. સેનાને આતંકીઓના ઇરાદાને નાકામ કરી મોટી સફળતા મેળવી હતી. શ્રીનગર-બારામુલા નેશનલ હાઇવે પર એક પેટ્રોલ પંપ નજીક IED વિસ્ફોટક મળી આવ્યો હતો. જેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું છે.

29RRની ROPને પેટ્રોલ પાસે શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળી હતી. આતંકીઓ કોઇ મોટી સાજીશ રચતા હોવાનું જાણવા મળ્યું છે. જો કે સેનાએ આતંકીઓના ષડયંત્ર પર પાણી ફેરવી દીધુ છે. સુરક્ષાદળોએ આ વિસ્ફોટકને નિષ્ક્રિય કરી દીધો હતો.

જણાવી દઇએ, આવતીકાલે કલમ 370 હટાવવાના એક વર્ષ પૂરા થશે. ખુફિયા રિપોર્ટ્ મુજબ, ા અવસર પર આંતકીવાદીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. તેને લઇ સેના સર્તક થઇ છે.

હાલ સમગ્ર જમ્મુ-કશ્મીરમાં કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે. સાથે સેના દ્વારા આતંકીઓ વિરૂદ્ધ ઠેર-ઠેર તલાશી અભિયાન ચલાવવમાં આવી રહ્યું છે.

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર