September 25, 2020
September 25, 2020

LOC પર પાકિસ્તાને કર્યો ગોળીબાર, એક જવાન શહીદ

 પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, એક જવાન શહીદ

પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાજ નથી આવી રહ્યું. પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ગોળીબાર કર્યો છે. જેમાં એક જવાન શહીદ થયો છે. પાકિસ્તાનને પૂંછના કસ્બા કર્ની સેક્ટરમાં યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. તો બજી તરફ ભરતીય સેનાએ પણ જબડાતોડ જવાબ આપ્યો છે.

જણાવી દઇએ, આ પહેલા બુધવારે પણ પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક નાગરિકનું મોત થયું હતું. આ પહેલા સોમવારે પાકિસ્તાનની નાપાક હરકતને સેનાના જવાનોએ જબડાતોડ જવાબ આપ્યો હતો. જેમાં સેનાની જવાબી કાર્યવાહીમાં પાક સેનાના જવાન માર્યો ગયો હતો. જ્યારે અન્ય આઠ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પાકિસ્તાન દ્વારા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે સરહદી વિસ્તારોમાં વસવાટ કરી રહેલા લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના ફાયરિંગ અને મોર્ટાર મારાના કારણે જાનમાલની સાથે સાથે ગ્રામીણોની સંપત્તિને પણ નુકસાન થઇ રહ્યું છે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર