કાશ્મીર: મહેબૂબાએ કહ્યું- 35A સાથે ચેડા કશો તો હાથ નહીં આખું શરીર રાખ થઇ જશે

PDP અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રવિવારે આર્ટિકલ 35Aને લઈને વિવાદીત ટિપ્પણી કરી છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આર્ટિકલ 35A સાથે છેડછાડ કરવાનો અર્થ બારૂદને હાથ લગાવવા જેવું છે. મહેબુબા મુફ્તીએ કહ્યું કે જે હાથ 35 એ સાથે છેડછાડ કરવા માટે ઉઠશે તે હાથ જ નહીં પરંતુ આખું શરીર બળીને રાખ થઈ જશે.

સૂત્રોએ દાવો કર્યો છે કે રાજ્યમાં અનુચ્છેદ 35A હટાવ્યા બાદની સ્થિતીનો સામે પહોંચી વળવા માટે જવાનોને કાશ્મીર મોકલવામાં આવી રહ્યા છે. મોદી સરકારે શનિવારે કાશ્મીરમાં અર્ધસૈનિક બળોના 10 હજારથી વધારે જવાન તહેનાત કરવાનો નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બે દિવસ માટે જમ્મુ-કાશ્મીની મુલાકાત માટે ગયા હતા. ગૃહ મંત્રાલય પ્રમાણે, આ તહેનાતી આતંકવાદ વિરોધી ગ્રિડને મજબૂત કરવા અને કાયદો વ્યવસ્થા માટે કરવામાં આવી રહી છે.

પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ શનિવારે નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી કાશ્મીર ઘાટીમાં કરાયેલી 10000 જવાનોની તહેનાતીથી લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે કાશ્મીર ઘાટીમાં આમ પણ સુરક્ષાદળોની કોઈ કમી નથી. જમ્મુ અને કાશ્મીર રાજકીય સમસ્યા છે. સેના તેનો ઉકેલ નથી. કેન્દ્ર સરકારે આ મામલે ફરીથી વિચાર કરીને પોતાની નીતિઓમાં ફેરફાર કરવાની જરૂર છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી