પુલવામામાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, એક જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલો સ્ટેટ બેંક પાસે થયો જ્યાં સીઆરપીએફના જવાનો હાજર હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં એક જવાનના ઘાયલ થવાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. આ હુમલા બાદ સેનાએ આ વિસ્તારને ઘેરી લઇ સર્ચ ઓપરેશન શરૂ કરી દિધુ છે.

આપને જણાવી દઇએ, પુલવામામાં જ 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા.

ઉલ્લેખનિય છે કે, શ્રીનગર-જમ્મૂ હાઈવે પર બનિહાલ પાસે એક કારમાં થયેલા શંકાસ્પદ વિસ્ફોટના પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. આ વિસ્ફોટ થયો ત્યારે કારથી થોડે દૂર સીઆરપીએફનો કાફલો પસાર થઈ રહ્યો હતો.જેનો આબાદ બચાવ થયો હતો.વિસ્ફોટમાં કારના ભુક્કા બોલી ગયા હતા.

 96 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી