જમ્મુ કાશ્મીરઃ વધુ બે આતંકી કરાયા ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાના સહ-સૂત્રધાર સહિત બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અનંતનાગ જિલ્લામાં સેના સાથે મંગળવારે થયેલી અથડામણમાં જૈશે મોહંમદના પંઝુ ઉર્ફે ફયાઝ અહમદ ઠોકર ઉર્ફે હન્ઝુલ્લાબાઇ સહિત બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

અનંતનાગ જિલ્લામાં 12મી જૂને સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં પણ પંઝુનો હાથ હતો. એ વખતે સીઆરપીએફના પાંચ જવાન શહીદ થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર એપ્રિલ 2018માં ત્રાસવાદી બનેલો પંઝુ યુવાનોને આતંકવાદી બનવા પ્રેરતો હતો અને ત્રાલ-અવિન્તપોરા-બીજબેહરા-અશમુકામ વિસ્તારમાં અનેક આતંકવાદી હુમલા પાછળ એનો હાથ હતો. એ વિદેશી આતંકવાદીઓને હથિયારો અને અન્ય સુવિધા પૂરી પાડતો હતો અને મોસ્ટ વોન્ટેડની યાદીમાં એનું નામ મોખરે હતું. પંઝુને ઠાર મારવાની ઘટનાને પોલીસે સેનાની બહુ મોટી ઉપલિબ્ધ ગણાવી હતી. અન્ય ઠાર મરાયેલા આતંકવાદીની ઓળખ બીજબહેરાના રહેવાસી શાનુ શૌકત તરીકે કરવામાં આવી હતી.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી