ઉરીમાં આતંક પર પ્રહાર, ઘુસણખોરી કરનાર પાકિસ્તાની આતંકી ઝડપાયો, એક ઠાર

સેનાના ત્રણ જવાનો ઓપરેશનમાં ગંભીર રીતે ઘાયલ

જમ્મુ -કાશ્મીરની સરહદ પર ભારતીય સેનાએ ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે. મંગળવારે ઉરી સેક્ટરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક આતંકીને અથડામણમાં ઠાર મરાયો હતો.

જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાય સમયથી આતંકીઓ ઘુસણખોરી કરી રહ્યા છે. જેના પરિણામે સેના પણ એકશન મોડમાં જોવા મળી રહી છે. થોડાક દિવસો પહેલાજ સેનાએ ઉરીમાં 3 આંતકીઓને ઠાર કર્યા હતા ત્યારે વધુંમાં ફરી સેનાને મોટી સફળતા મળી છે. ઉરીમાં મેરાથન ઓપરેશન દરમિયાન સેનાએ એક આંતકીને જીવતો પકડ્યો છે.

સમગ્ર ઓપરેશનમાં એવી માહિતી સામે આવી છે કે સેનાએ એક આંતકીને ઠાર કર્યો છે. સાથેજ અન્ય એક આતંકીને સેનાએ જીવતો પકડ્યો છે. જેને આજે સેના દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવશે. જોકે આ ઓપરેશનમાં સેનાના 3 જવાનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે. 

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી