જમ્મુને કાશ્મીરથી અલગ કરવામાં આવે : શિવસેના..

અધ્યક્ષ મનીષ સાહનીની અધ્યક્ષતામાં કાર્યકરોએ આ માંગણી દોહરાવી

શિવસેનાએ જમ્મુ અને કાશ્મીરને અલગ કરવાની માંગ ઉઠાવી છે. શિવસેનાના નેતાઓની માંગ છે કે, જમ્મુને અલગ દરજ્જો મળે, જમ્મુને અલગ વિધાનસભા અને બંધારણીય દરજ્જો મળે. બાલા સાહેબ ઠાકરે જમ્મુ અને કાશ્મીર યુનિટના અધ્યક્ષ મનીષ સાહનીની અધ્યક્ષતામાં કાર્યકરોએ આ માંગણી દોહરાવી હતી.

મળતી સમગ્ર વિગતો મુજબ ,શિવસેનાના નેતાઓના કહેવા પ્રમાણે કાશ્મીરની ભૂલો અને ભેદભાવને હવે નહીં સ્વીકારવામાં આવે. હવે સમય આવી ગયો છે કે, જમ્મુ પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરે. મનીષ સાહનીએ જણાવ્યું કે, જમ્મુને કેન્દ્રશાસીત પ્રદેશ બનવું મંજૂર છે પરંતુ કાશ્મીર સાથે જોડાયેલા રહેવું કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી. છેલ્લા 73 વર્ષોથી જમ્મુ ભેદભાવ ઉપરાંત કાશ્મીરી નેતાઓની ભૂલની સજા ભોગવી રહ્યું છે જે આજે પણ ચાલી રહ્યું છે.

વધુમાં ,શિવસેનાના નેતાઓએ જણાવ્યું કે, જમ્મુ ભારતીય બંધારણ અને નિશાન લાગૂ થવાનો વિરોધ કરનારાઓ સાથે કોઈ હિસાબે રહેવા તૈયાર નથી. કેએએસ, કેપીએસ, શેર-એ-કાશ્મીર વગેરે એવોર્ડમાંથી ‘જે’ હંમેશા ગાયબ હતું. તેમનો ઈશારો જમ્મુ તરફ હતો. તેમણે જણાવ્યું કે, આજ સુધી મહારાજા હરિ સિંહના જન્મદિવસ પર અવકાશ નથી મળી શક્યો. જમ્મુ એમ્સને લઈને પણ અમારે રસ્તાઓ પર ઉતરવું પડ્યું હતું. આજે પણ હિન્દુ નેતાઓને કાશ્મીરમાં પ્રવેશતા અટકાવવામાં આવે છે.

રિપોર્ટ્સ મુજબ ,શિવસેનાના નેતાના કહેવા પ્રમાણે તેમની ધીરજનો બાંધ તૂટી ગયો છે અને હવે તેમના પાસે કાશ્મીરથી અલગ થવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી બચ્યો. આજે પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ઔદ્યોગિક વિકાસના પેકેજ, રાહત પેકેજ, ઓક્સિજન પ્લાન્ટ્સ, સ્વાસ્થ્ય સુવિધાઓ, કેસર પ્રોત્સાહન યોજના અને પર્યટન વિકાસથી લઈને નોકરીઓ સુધી જમ્મુ સાથે ભેદભાવ થઈ રહ્યો છે.સાહનીએ જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે, અમે અમારા ભવિષ્ય, ઓળખ અને સંસ્કૃતિની સુરક્ષા માટે એકજૂથ થઈને અલગ જમ્મુની માંગ બુલંદ કરીએ.

 59 ,  1