ભાજપ કાર્યકર્તાઓની હત્યા પર બોલ્યા પ્રદેશ અધ્યક્ષ, કહ્યું- બલિદાન બેકાર નહીં જવા દે, એક એકને મોતને ઘાટ ઉતારીશું

 ‘પાકિસ્તાનએ પોતાના પાપોની ભારે કિંમત ચૂકવવી પડશે, એક-એકને પકડી-પકડીને મારીશું..’

કશ્મીરના કુલગામમાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓની હત્યા પર ભાજપા પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, આતંકીઓને છોડવામાં નહીં આવે, ભારે કિંમત ચૂકવવી પડશે. રૈનાએ કહ્યું કે તેઓ બહાદુર ભાજપના કાર્યક્તાઓ હતા. ભાજપ માતા માટે તેમનું બલીદાન બેકાર નહીં જવા દે. કાયર પાકિસ્તાનને પોતાના પાપોની ભારે કિંમત ચૂકવવી પડશે. એક એક અપરાધીઓને મોતના ઘાટે ઉતારીશું.

આપને જણાવી દઇએ કે ગુરૂવારના રોજ ભાજપના ત્રણ કાર્યકર્તાઓની કાશ્મીરમાં હત્યા કરી દીધી. મૃતક કાર્યકર્તાઓની ઓળખ ફિદા હુસૈન યાતૂ, ઉમર રાશિદ બેગ અને ઉમર રમઝાન હજામ તરીકે થઇ છે. ભાજપ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘટનાની આકરી નિંદા કરી છે. કાર્યકર્તાઓની હત્યાની જવાબદારી ધ રેજિસ્ટેંસ ફ્રન્ટ (TRF)એ લીધી છે.

હાલ પોલીસ સેનાની સાથે મળીને તે વિસ્તારમાં એક-એક ઘરમાં સર્ચ કરી રહી છે. જણાવવામાં આવ્યું કે આતંકી એક વાહન પર સવાર થઈને આવ્યા હતા. હુમલો કર્યા બાદ ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઘાટીમાં ઘણા ભાજપના નેતાઓ પર આતંકીઓએ હુલમો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેનાથી ડરીને ભાજપના ઘણા પદાધિકારી રાજીનામા આપી ચુક્યા છે. 

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર