જમ્મુથી અમદાવાદ ફ્લાઈટનું ભાડુંઃ રૂ. 3 હજારની ટિકિટના અધધ…..15 હજાર

આતંકવાદી હુમલાના ડરથી અમરનાથ યાત્રીઓ ઉપરાંત પર્યટકોને પણ તાત્કાલિક જમ્મુ અને કાશ્મીર છોડી દેવાની કેન્દ્ર સરકારે તાકીદ કરી છે. આનેપગલે અમરનાથ યાત્રા બંધ થઈ ગઈ છે અને કાશ્મીરના અન્ય પર્યટન સ્થળોએથી પણ પ્રવાસીઓ સાગમટે પરત ફરી રહ્યા છે. આ કારણથી 50 હજાર ગુજરાતીઓ સહિત 1.50 લાખથી પણ વધુ પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીરમાં ફસાઈ ગયાનો અંદાજ છે.

આ તકનો લાભ લઈને એકતરફ સ્થાનિક લોકો પાણીની રૂ. 20ની બોટલના રૂ. 100, વેફરના રૂ. 30ના પેકેટના રૂ. 150 પડાવી રહ્યા છે. તો બીજીતરફ રેલ-બસ બધું બુક થઈ ગયું છે જ્યારે જમ્મુથી ઉપડતી ફ્લાઈટનું ભાડું બે-ત્રણ ગણું વધી ગયું છે. વિવિધ બુકિંગ સાઈટ પર આજનું જમ્મુથી અમદાવાદનું એરફેર રૂ. 15 હજારથી વધુ દર્શાવાઈ રહ્યું છે અને તેમાં પણ 1-2 સીટ જ ખાલી દેખાડે છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી