જામનગર: મહિલા કોર્પોરેટરની દાદાગીરી, કમિશ્નરની ઓફસમાં ધોકાવાળી

જામનગર શહેરમાં ભાજપ મહિલા કોર્પોરેટરે રણચંડી સ્વરૂપનો એક વીડિયો વાયરલ થયો છે. શહેરનાં તળાવની પાળ વિસ્તારમાં રેકડી અને પાથરણાંવાળા નાના ધંધાર્થીઓને જગ્યા રોકાણ વિભાગ દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ સામે આવી હતી. બાદ આજે ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ રણચંડીનું રૂપ ધારણ કરી કમિશનરની ચેમ્બરમાં લાકડીઓ વિંઝતા સનસનાટી મચી ગઈ હતી.

જાણકારી અનુસાર બપોરે સાડા બાર વાગે મનપામાં અફર તફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેને રણચંડીનું રૂપ ધારણ કર્યું હતું. તેઓ હાથમાં લાકડી લઈને સીધા આસી. કમિશનર મુકેશ વરણવાની ચેમ્બરમમાં પહોંચ્યા હતા.

આસી.કમિશનર કંઈ સમજે-વિચારે એ પહેલાં જ રચનાબેને ટેબલ પર પડેલી ફાઈલો પર લાકડી વિંઝવાનું શરૂ કરી રેકડીવાળાઓને શું કામ હેરાન કરો છો? કહી ગુસ્સો ઉતાર્યો હતો.

તે બાદ રચનાબેન એસ્ટેટ વિભાગ અને આસી, કમિશર મુકેશ વરણવાની નીતિ-રીતિ અંગે ફરિયાદ કરવા માટે સીધાં જ કમિશનર સતીષ પટેલની ચેમ્બરમાં પહોંચી ગયા હતા. જો કે પરિસ્થિતિ પામી ગયેલા કમિશનરે કોર્પોરેટર રચનાબેર નંદાણિયાને શાંત પાડી જે કંઈ પણ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવવા હૈયાધારણ આપી હતી.

 10 ,  1