એક હાથ અને બે પગ કપાયેલી હિરલને મંગેતરે કહ્યું,‘સાથ રહેંગે, સાથ જીયેંગે’

જીવનમાં ઘણીવાર એવી ઘટનાઓ બને છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય, ક્યારેક આપણે મુશ્કેલીઓના એક એવા ચક્રવાતમાં ફસાઈ જઈએ છીએ કે જ્યાંથી નીકળવાનો કોઈ રસ્તો જડતો નથી. આવી પરિસ્થિતિમાં ફક્ત સ્વજનોનો સાથ જ સંજોગોનો સામનો કરવાની હિંમત પૂરી પાડે છે. બોલીવુડની ‘મન’ ફિલ્મમાં મનીષા કોઈરાલા જયારે અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવી બેસે છે ત્યારે તે હીરો આમીર ખાનથી દૂર થઇ જાય છે, કેમ કે તે તેના પર બોજ નથી બનવા માંગતી. પરંતુ હીરો આમીર ખાન તેમ છતાં તેનો સાથ છોડતો નથી અને લગ્ન વખતે મનીષા કોઈરાલાને બે હાથ થી ઉચકી સાત ફેરા ફરવાની વિધિ  પૂરી કરે છે.

આવી જ એક ઘટના વાસ્તવિક જીવનમાં બની છે કે જ્યાં જામનગરની એક 18 વર્ષીય યુવતી
હિરલ વડગામા ગંભીર અકસ્માતમાં પોતાનો એક હાથ અને એક પગ ગુમાવી બેઠી છે. તેનો પરિવાર ઘેરા આઘાતમાં છે. તેમ છતાં તેના મંગેતર ચિરાગે તેનો સાથ છોડ્યો નથી અને તેના આ દુઃખના સમયમાં સતત તેની પડખે છે.  

હિરલના પિતાનું કહેવું છે કે આ સમગ્ર બનાવમાં જામનગર સિવિલ હોસ્પીટલના સત્તાવાળા પણ દોષી છે કે જેમના લીધે હિરલને સારવાર મળવામાં વિલંબ થયો અને વ્યવસ્થિત સારવારના અભાવે હાથ અને પગ કાપવા સુધીની નોબત આવી ગઈ.

ઉલ્લેખનીય છે કે હીરલ અને ચિરાગની સગાઇ થયે માત્ર બે મહિનાનો સમય થયો છે. હિરલની સારવાર દરમ્યાન તેના માતાપિતા સતત ચિંતામાં હતા કે ચિરાગ હિરલ સાથેનો સબંધ ક્યાંક તોડી ન નાખે. પરંતુ ચિરાગે તેમ ન કરી હિરલને દુઃખનો સામનો કરવાની હિંમત આપી છે, અને
સમાજમાં સાચા પ્રેમની વ્યાખ્યા સમજાવતો દાખલો બેસાડ્યો છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી