જામનગર : વરસાદને કારણે 3 માળનું મકાન ધરાશાયી

જામનગરમાં દેવુભાના ચોકમાં ટીંબાફળીમાં રીનોવેશન કામગીરી દરમિયાન ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, એસ્ટેટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી રેસ્ક્યુ કામગીરીમાં લાગી ગઈ હતી .અવિરત રાખતા ત્રણ માળના મકાનના કાટમાળમાંથી 31 કલાક કામગીરી બાદ ત્રીજો મૃતદેહ મળ્યો હતો.

શહેરની ટીંબાફળીમાં જે સ્થળે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું ત્યાં ખૂબ જ ગીચતા હોવાથી જે મકાન જમીનદોસ્ત થયું તેની બાજુના બે મકાનોને પણ અસર થતાં તે પડે નહીં તે માટે ટેકા ભરાવામાં આવ્યા હતાં અને આ મકાનો ખાલી કરાવાયા હતાં. જ્યારે પડી ગયેલા મકાનના કાટમાળ ઉપાડવામાં જોખમી આજુબાજુના ચાર મકાનનો જર્જરિત ભાગ તોડવાની ફરજ પડી હતી.શનિવારે બચાવ કામગીરી દરમિયાન દબાયેલો ત્રીજા મૃતદેહ દેખાતા એનડીઆરએફની ટીમે પ્રથમ અને બીજા માળના સ્લેબનો કાટમાળ તોડી તેમાં જગ્યા કરી અંદર ઉતરી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી