એસટી અમારી અસુરક્ષિત સવારી

ગુજરાતમાં દિવસને દિવસે એસટી અકસ્માતોના અનેક બનાવો સામે આવતા હોય છે ત્યારે વધુ એક બનાવ જામનગરમાંથી સામે આવ્યો છે. જેમાં એક બસ નાળામાં જઇ ખાબકી હતી.

મળતી વિગત મુજબ, આજે જામનગરના જોડિયા પાસે ST બસ જઇ રહી હતી, ત્યારે કોઇકારણસર ડ્રાઇવરે બસના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા, બસ સીધી નાળામાં જઇને ખાબકી હતી. આ બસ જોડિયાથી અમદાવાદ જઇ રહી હતી, ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બની હતી.

જો કે સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. બસમાં ફક્ત ચાર મુસાફરો જ સવાર હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી.

 103 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી