જામનગર : કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલનો સાગરિત – હથિયાર સપ્લાયર બલવિર સિંહ ઉર્ફે બલ્લુની ઘરપકડ

જયેશ પટેલ ગેંગને હથિયાર પૂરા પાડનાર સાગરીતને ગુજરાત ATSએ ઝડપી પાડ્યો

જામનગર સ્થિત કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ગેંગના મુખ્ય હથિયાર સપ્લાયર બલવિર સિંહ ઉર્ફે બલ્લુની ઘરપકડ ગુજરાત એટીએસ અને જામનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે. જામનગરમાં સને 2019માં પ્રોફેસર રાજાણી પાસેથી જયેશ પટેલે 1 કરોડની ખંડણી વસુલ કરવા માટે તેમના પર ફાયરિંગ કરાવ્યું હતું. તે ફાયરિંગ ઇકબાલ નામના શખ્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

આરોપી બલ્લુ દ્વારા આ ઈકબાલને હથિયાર સપ્લાય કરવામાં આવ્યાં હતાં. બલ્લુએ માત્ર જયેશ પટેલ ગેંગનેં જ 100 થી વધુ વખત હથિયાર સપ્લાય કર્યાં હતાં. આરોપીની એટીએસ દ્વારા મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી ઘરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, મોરબી અને જામનગરમાં પણ આરોપી બલ્લુ વિરુદ્ધ આમ્સ એકટના ગુના નોંધાયેલા છે. ATS એ આરોપી બલ્લુનો કબ્જો જામનગર પોલીસને સોંપ્યો છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, બલ્લુએ હથિયાર બીજા કોને કોને સપ્લાય કર્યાં ? તે કેટલા રૂપિયામાં હથિયાર સપ્લાય કરતો હતો અને અન્ય ગુજરાતના કયા કયા ગનામાં બલ્લુએ સપ્લાય કરેલા હથિયારનો ઉપયોગ થયો છે. આ તમામ દિશામાં જામનગર પોલીસ આગામી દિવસોમાં તપાસનો ધમધમાટ ચલાવશે. આરોપીની પૂછપરછ પરથી જયેશ પટેલનાં કરતુતોનો વધુ પર્દાફાશ થઇ શકે તેમ છે.

નિશા ગોંડલિયા જયેશ પટેલ સામે લગાવ્યા છે ગંભીર આરોપ

ગુજરાતભરમાં બીટ કોઇન મામલે ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયા જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સામે મેદાને પડેલી નિશા ગોંડલિયા ફરીથી સક્રિય બની છે. નિશા ગોંડલીયા જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રેનને અરજી આપવા માટે જિલ્લા પોલીસવડા કચેરીએ આવી પહોંચી હતી અને ભુમાફિયા જયેશ પટેલ પર અનેક આરોપ લગાવ્યા હતા. જો કે નિશા ગોંડલીયા માંગ કરી રહી છે કે તેના પર ફાયરિંગ કરાવનાર આરોપીઓ હજુ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.

તેને બદનામ કરવા માટે ભૂમાફિયાઓ જયેશ પટેલ અવારનવાર સોશિયલ મીડિયામાં ઓડિયો તેમજ વિડિયો મૂકી રહ્યો છે. નિશા ગોંડલીયાએ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે તે માટેની અરજી કરી છે.

આ સાથે નિશાએ આરોપ લગાવ્યો હતો કે, નોકરીના બહાને જયેશ પટેલ મજબૂરીનો ફાયદો ઉઠાવી શોષણ કરે છે. પરંતુ અવાજ ઉઠાવવાની કોઇમાં હિમત નથી. નિશાએ જયેશ પટેલ પર શોષણનો આરોપ લગાવ્યો છે. નિશાએ જયેશ પટેલને આડે હાથ લેતા કહ્યું કે હું ચૂપ નહીં રહું.. મને ન્યાય મળશે..


 

 64 ,  1