જામનગર રેગિંગકાંડ : 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ

15 સિનિયર વિદ્યાર્થીઓએ 28 છાત્રોનું રેગિંગ કર્યાનું તપાસમાં ખુલ્યુ

જામનગરની ફિઝીયોથેરાપી કોલેજમાં 28 જેટલા જુનિયર વિદ્યાર્થીઓ સાથે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓએ આચરેલા રેગિંગકાંડમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા ભોગ બનનારના નિવેદનો બાદ જવાબદાર તમામ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે.

જામનગરની ફિઝિયોથેરાપી કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બીજા વર્ષના 28 જેટલા વિદ્યાર્થીઓ સાથે રેગિંગકાંડમાં એન્ટી રેગીંગ કમિટી દ્વારા 15 વિદ્યાર્થીઓ સામે આકરા પગલાં ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં ત્રીજા અને ચોથા વર્ષના 6 વિદ્યાર્થીઓને કાયમી માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમજ 8 વિદ્યાર્થીઓને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. તેમજ 6 વિદ્યાર્થીઓ એક વર્ષ માટે પરીક્ષામાં બેસી શકશે નહિ. જ્યારે તમામ વિદ્યાર્થીઓના પરિણામ જ્યાં સુધી તેમના વર્તનમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી અનામત રાખવામાં આવશે.

જામનગર ખાતે ફિઝિયોથેરાપી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલે જણાવ્યું હતું કે, બોયઝ હોસ્ટેલમાં થયેલા રેગિંગ સંદર્ભે એન્ટી રેગિંગ કમિટી આકરા પાણીએ જોવા મળી હતી અને કુલ 15 વિદ્યાર્થીઓ સામે સજાના ભાગરૂપે જુદા-જુદા આકરાં પગલાં લેવામાં આવ્યાં છે અને 6 વિદ્યાર્થીઓને કાયમી માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે 8 વિદ્યાર્થીઓને એક વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

ઉપરાંત 6 વિદ્યાર્થીઓ એક વર્ષ માટે પરીક્ષામાં બેસી શકશે નહીં તથા સજા પામનાર તમામ વિદ્યાર્થીઓના પરિવર્તનમાં સુધારો નહિ આવે ત્યાં સુધી તેઓના પરિણામ અનામત રાખવાની પણ ભલામણ કરવામાં આવી છે. શિક્ષણ જગતને લાંછન લગાવતી રેગિંગની ઘટનામાં ભોગ બનનારાઓના નિવેદનના આધારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા શુક્રવારે સાંજે તૈયાર કરેલો રિપોર્ટ સોંપી આપવામાં આવ્યો છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી