જામનગર: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ ન મળતા વિવાદ

જામનગર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટીકિટ નહિ મળતા વિવાદ વકર્યો છે. નેશનલ વુમન્સ પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ ભાવનાબા દ્વારા સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે, કે ભાજપે સીટના નામના બહાને રીવાબાને આપી લોલિપોપ આપી છે. આ એક રાજપૂત મહિલાનું અપમાન છે.

વાયરલ કરાયેલા વીડિયોમાં ભાવનાબાએ કહ્યું કે ભાજપે તમામ રાજપૂત મહિલાઓનું અપમાન કર્યું છે. રાજપુત મહિલાઓએ હવે તલવાર ઉઠાવાનો વારો આવી ગયો છે. ભાવનાબાએ જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત પણ કરી હતી.

જો કે રિવાબાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ભાવનાબા મારું નામ લઈને ક્ષત્રિય સમાજની વાત કરી રહ્યા છે પણ પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષાથી તે વધુ કાંઈ જ નથી. તેમના દ્વારા ક્ષત્રિય સમાજને ખોટા રસ્તે લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેનો હું વિરોધ કરું છું.

મહત્વનું છે, કે વડાપ્રધાન મોદીની જામનગરની સભાના એક દિવસ પહેલાં રીવાબા ભાજપમાં જોડાયા હતા. સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીને ભાજપ જામનગરથી ચૂંટણીમાં ઉતારે તેવી પણ શક્યતા હતી જોકે, ભાજપે પૂનબેન માડમને રિપિટ કર્યા છે.

 43 ,  3