જામનગરઃ બે માળનું મકાન ધરાશાયી થતા 7 લોકો દબાયા, 2ના મોત

જામનગરમાં શાક માર્કેટ પાસે આવેલા દેવુભાના ચોક વિસ્તારમાં બે માળનું એક મકાન ધરાશાયી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ મકાન નીચે 7 લોકો દબાયા હતા જેમાં ચાર લોકોનો બચાવ કરવામાં આવ્યો છે અને બેના મોત થયા છે જ્યારે હજુ એક વ્યક્તિ દબાયેલો છે અને તેને બહાર કાઢવાની કામગીરી ચાુ છે. ઘટનાને લઇને સ્થાનિક લોકો દોડી આવ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. તેમજ ફાયરબ્રિગેડ અને પોલીસ દોડી આવી છે.

આ મકાન બે માળનું હતું. કોઇ કારણોસર ધરાશાયી થયું હતું. મકાનનું રિનોવેશન કામ ચાલી રહ્યું હોવાથી મુસ્લિમ પરિવાર અને કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા. ફાયર વિભાગ દ્વારા બચાવેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, કંઇ વાંધો આવ્યો નથી, હાથમાં થોડોક સોજો આવી ગયો છે. બચાવ કાર્યમાં એનડીઆરએફની ટીમ પણ આવી ગઇ છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી