જામનગરનો માથાભારે ડોન જયેશ પટેલ લંડનથી પકડાયો – સૂત્રો

જયેશ પટેલના ત્રણ સાગરિતો કોલકાત્તાથી ઝડપાયો

જામનગરના માથાભારે અને માફિયા કહેવાતા જયેશ પટેલ ની લંડનથી ધરપકડ કરાઈ હોવાનું મીડિયાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ, જયેશ પટેલના ત્રણ સાગરિતો કોલકાત્તાથી પકડાયા છે. જયેશ પટેલના સાગરિતો હાર્દિક અને દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની કોલકાત્તાથી ધરપકડ કરવામાં આવી છે. જામનગર પોલીસને વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. જેમાં કોલકાત્તાથી જયેશ પટેલના મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા છે. ત્યારે કહેવાય છે કે, ડીએસપી દીપેન ભદ્રનની મહેનત રંગ લાવી છે. છેલ્લા આઠ મહિનાથી દીપન ભદ્રનની મહેનત બાદ લંડનમાં છુપાઈને બેઠેલો જયેશ પટેલ આખરે પોલીસ પકડમાં આવ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જયેશ પટેલને આજે લંડન કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભારત લાવવા માટે કોર્ટમાં મંજૂરી માંગવામાં આવશે. મહત્વનું છે કે, 2 મહિના અગાઉ બ્રિટનમાં હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. અગાઉ જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ બ્રિટનમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ખંડણી માટેના કોલ્સ ટ્રેસિંગ કરાતા ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ ભારતે બ્રિટનને જયેશ પટેલને ઝડપવા માટે તાકીદ કરી હતી. રજૂઆતમાં ઈન્ટર પોલની નોટિસનો પણ ઉલ્લેખ કરાયો હતો. વકીલ કિરીટ જોષીની હત્યાના કેસમાં ધરપકડ કરવા માંગ કરવામાં આવી હતી.

 23 ,  1