પુસ્તકનું વિમોચન કરવા ગયેલી જ્હાન્વી કપૂરે બુક ઉંધી પકડી અને ચાહકોએ મઝા લઈ લીધી…

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર અત્યારે તેની અપકમિંગ ફિલ્મ ‘રુહિ અફઝા’ અને વેબ સીરીઝ ‘ ઘોસ્ટ સ્ટોરીઝ’ની તૈયારીઓમાં લાગેલી છે. પરંતુ તાજેતરમાં જ જ્હાન્વી કપૂર હરિંદર સિક્કાની બુક કોલિંગ સહમતના વિમોચન માટે દિલ્લી આવી હતી. તેણે જબરદસ્ત ટ્રેડિશનલ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

પરંતુ તેની એક ભૂલે લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્હાન્વી કપૂરે વિમોચન સમયે બુક ઉંધી પકડી હતી. તેના આ પોઝમાં ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જેને લઈ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. બુક ઊંધી પકડવા પર લોકોએ તેને નાદાન છોકરીનું નામ આપ્યું.

તેનાથી અલગ એક યુઝરે લખ્યું, ‘ આ એ સેલેબ્સ છે. જેની સાથે આપણે સેલ્ફી લેવા માટે મરીએ છીએ. જો એક બુક સીધી પકડી નથી શકતી, વાંચવાની તો વાત દૂર રહી. સારું છે કે આપણી પાસે સુષ્મિતા સેન અને પ્રિયંકા ચોપરા જેવી એક્ટ્રેસ છે.’ તો બીજાએ જ્હાન્વીના ફોટા પર કોમેન્ટ કરતાં કહ્યું, બુક લોન્ચના પ્રોગ્રામ પર પહોંચી ગઈ છે, પણ બુક પકતાં તો શીખી લે અથવા વાંચતાં નથી આવડતું માટે ઊંધી પકડી છે.

 105 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી