September 23, 2021
September 23, 2021

જન્માષ્ટમી પ્રસાદ : કૃષ્ણને પ્રિય છે ‘પંજરી’

જન્માષ્ટમીના ખાસ પ્રસંગે બનાવો પંજરીની પ્રસાદી, જાણો રીત

આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ એટલે જન્માષ્ટમી ભક્તો દ્વારા ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. દેશ જ નહીં વિદેશો પણ આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઠેરઠેર ભગવાન શ્રીકૃષ્ણની ઝાંખીઓ કાઢવામાં આવે છે અને ભક્તો કૃષ્ણની ભક્તિમાં રંગાયેલા જોવા મળે છે. હિન્દુ પંચાગ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દર વર્ષે ભાદ્રપદ મહીનાના કૃષ્ણ પક્ષની આઠમે ઉજવવાનો ઉલ્લેખ છે. કૃષ્ણના જન્મની રાતે તેમને ભાવતા માખણ-મિસરીની સાથે પંજરીનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. પંજરી સુકાધાણામાંથી બને છે અને સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી હોય છે. અલગ અલગ લોકો આને અલગ અલગ રીતે બનાવે છે. તો આજે આપણે જોઇએ કે, પંજરીના પ્રસાદને પારંપરિક રીતે કેવી રીતે બનાવાય છે.

ધાણાની પંજરી બનાવવા માટેની સામગ્રી-
ધાણા પાવડર – 1 કપ
ઘી – 3 ચમચી
મખાના – 1/2 કપ (કાપેલા)
-ખાંડ પાવડર – 1/2 કપ

  • છીણેલું નાળિયેર – 1/2 કપ
  • ડ્રાયફ્રુટ – 1/2 નાની વાટકી (સમારેલા)
  • ચારોળી- 1 ચમચી
  • મગજતરીના બીજ – 3 ચમચી (છાલવાળા)

ઘાણાની પંજરી બનાવવાની રીત – ઘાણા પંજરી બનાવવા માટે, પહેલા એક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરો. હવે તેમાં ધાણા પાવડર નાખીને તેને 4-5 મિનિટ માટે સેકી લો અને તેને બાઉલમાં કાઢી લો. કઢાઈમાં બાકીનું ઘી ઉમેરો અને તેમા મખાના નાખીને સતત હલાવતા 2-3 મિનિટ માટે સાંતળો. ડ્રાય ફ્રુટ્સ, ચારોળી, મગજતરીના બીજ, નાળિયેર, ખાંડનો પાવડર અને ધાણા પાવડર ધીમી આંચ પર ઉમેરો અને મિક્સ કરો. એક સર્વિંગ બાઉલમાં તૈયાર કરેલી પંજરી કાઢીને કાન્હાજીને અર્પણ કરો અને તેને પ્રસાદ તરીકે સર્વ કરો.

 54 ,  1