જાપાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાહેર કરવામાં આવી સુનામીની ચેતવણી

જાપાનમાં પણ ભૂકંપની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી યામાગાતા, નિગાતા જીલ્લાઓમાં આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે સુનામીના કારણે ઈશિકાવા જીલ્લાના નોટો વિસ્તારમાં પણ અલર્ટ રજૂ કરવામાં આવ્યું છે.

જાપાનના મોસમ વિભાગના અધિકારીઓના મતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર યામાગાતા છે. રિપોર્ટ પ્રમાણે ભૂકપનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે છે.આ વિસ્તાર સકાતા શહેરથી 50 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે.

 16 ,  1