G-20 સંમેલન: PM મોદી જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેને મળ્યા, Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચી ગયા છે. G-20 સંમેલન શરુ થયા પહેલા વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે મુલાકાત કરી હતી.

શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વેપારથી લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. મોદીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી જીત્ય પછી જાપાન તરફથી સૌપ્રથમ શુભેચ્છા મળી હતી.

વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ બહુ ઝડપથી ભારતના પ્રવાસે આવવાની ઈચ્છા વ્ચક્ત કરી હતી.

મોદીએ કહ્યું, સમિટ ગત પાંચ વર્ષોમાંના વિકાસના અનુભવને શેર કરવા માટે એક મંચ હશે, જેણે ભારતના લોકોની પ્રગતિ અને સ્થિરતાના માર્ગને ચાલુ રાખવા માટે જબરદસ્ત આદેશ માટેનો આધાર પૂરો પાડ્યો.

 21 ,  1