અમદાવાદ : સ્નાન કરતી મહિલાના બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું, આરોપી GRD જવાનની ધરપકડ

આરોપીના ત્રાસથી મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ,  11 મહિના સુધી બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતી એક મહિલા દુષ્કર્મનો ભોગ બની છે. એટલું જ નહીં આરોપીના ત્રાસથી મહિલાએ આપઘાતનો પણ પ્રયસ કર્યો હતો. આરોપીએ મહિલાના નગ્ન વીડિયો તેમજ ફોટા ઉતારી બ્લેકમેલ કરી 11 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ આંબાવાડી વિસ્તારમાં પતિ અને બે બાળકો સાથે રહેતી મહિલા 2 વર્ષ પહેલાં નાની બહેનના દિયરના લગ્ન પ્રસંગે લીંબડી આવ્યા હતા. જયાં તે ચુડા તાલુકાના જેપર ગામે રહેતા કૌટુંબિક ફઈના દિકરા યોગેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડના સંપર્કમાં આવી હતી.

બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. મહિલા અને અપરણિત યુવક વચ્ચે અવારનવાર ફોન ઉપર વાત થવા લાગી હતી. મહિલાના પુત્રનો જન્મદિવસમાં યોગેશ ઉર્ફે લાલો રાઠોડ અમદાવાદ ગયો હતો. મહિલા ઘરે સ્નાન કરવા ગઈ ત્યારે યોગેશે બાથરૂમમાં નગ્ન ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ફોટા-વીડિયો દેખાડી મહિલાને બ્લેકમેલ કરી 11 મહિના સુધી દુષ્કર્મ કર્યું.

યોગેશની વારંવાર ધમકી અને જબરજસ્તીથી કંટાળીને મહિલાએ ઝેરી દવા અને ફિનાઈલ ગટગટાવીને જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. મહિલાની તબીયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં મહિલાએ એલિસબ્રિજ પોલીસ સમક્ષ બળાત્કારી યોગેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ પોલીસે ચુડા પોલીસના રઘુભાઈ રબારીની મદદથી આરોપીની જેપરમાંથી ધરપકડ કરી હતી.

 93 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર