જસદણ પોલીસે નકલી વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુ બનાવવાનું કારસ્તાન ઝડપી લીધુ

સરતાનપર ગામે વાડીમાં ચાલતા કારખાનામાં દરોડોઃ 2.61 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

જસદણ પોલીસે સરતાનપર ગામે વાડીમાં દરોડો પાડી નકલી વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુ બનાવવાનું કારસ્તાન પકડી પાડી 2.61 લાખના મુદામાલ સાથે કોળી શખ્સને ઝડપી લીધો હતો. જયારે મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરાઇ છે.

જસદણના સરતાનપર ગામે મુનાભાઇ ભરતભાઇ ખાચરની વાડીમાં ઓરડીમાં નકલી વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુ બનાવવાનું કારસ્તાન ચાલતું હોવાની બાતમી મળતા જસદણના પી.આઇ. કે. જે. રાણા તથા હેડ કો. રાજેશભાઇ તાવીયા સહિતના સ્ટાફે રેઇડ કરી ડુપ્લીકેટ વિમલ પાન મસાલા તથા બાગબાન તમાકુનો જથ્થો તથા અન્ય સાધનો મળી કુલ રૂ. 2.61 લાખનો મુદામાલ કબ્જે કરી રમેશ ખીમાભાઇ સોલંકી કોળી રહે. બેલડી તા. વિંછીયાને ઝડપી લીધો હતો. જયારે વાડી માલીક મુખ્ય સુત્રધાર મુનાભાઇ ભરતભાઇ ખાચર રે. સરતાનપર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય સુત્રધાર મુનાભાઇ ખાચરની વાડીમાં છેલ્લા એક માસથી નકલી વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુ બનાવવાનું કારસ્તાન ચાલતુ હતું. જસદણ પોલીસે બન્ને સામે ગુન્હો દાખલ કયો છે. મુખ્ય સુત્રધાર મુનાભાઇ પકડાયા બાદ ચોંકાવનારી વિગતો ખુલશે.

 66 ,  1