જસપ્રીત બુમરાહે પત્નિ સંજના સાથે મસ્ત સેલ્ફી શેર કરી

ફેન્સે કોમેન્ટની વણઝાર લગાવી દીધી

ભારતીય ટીમ હાલ ઇંગ્લેન્ડમાં રજાઓના માહોલને માણી રહી છે. આ દરમ્યાન ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને તેની પત્ની સંજના ગણેશન સાથેની એક તસ્વીર બુમરાહ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસ્વીરને લઈને ફેન્સે ખૂબ કોમેન્ટ કરી લીધી હતી. નોંધનીય છે કે, કેટલાક ક્રિકેટર્સ પરીવાર સાથે ઇંગ્લેન્ડ પ્રવાસે ગયા છે. ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં પરાજય મળ્યા બાદ હારનો ગમ ભુલાવી રહી છે. ટીમના ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા બાયોબબલ વિનાના મુક્ત માહોલના આનંદમાં છે.

જસપ્રીત બુમરાહે સોશિયલ મીડિયા પર જે સેલ્ફી તસ્વીર કરી છે તેમાં આ કપલ એક પાર્કની બેંન્ચ પર બેસેલ નજપ આવે છે બંને ખૂબ મસ્ત મૂડમાં છે. બુમરાહે તસ્વીરની કેપ્શનમાં લખ્યુ હતુ, તમે હસતા રહો

ઝડપી બોલરની આ કેપ્શન ને લઇને ફેન્સ પણ મજા લેવા લાગ્યા હતા. જોત જોતામાં જ કોમેન્ટની વણજાર તેની તસ્વીર નીચે થવા લાગી હતી. તો સુંદર જોડીની તસ્વીરને થોડાક જ સમયમાં હજારો લોકોએ પસંદ કરી હતી. બુમરાહે ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં એકપણ વિકેટ ઝડપવાની સફળતા મેળવી નહોતી. જેને લઇને ફેન્સ તેની તસ્વીર પર કોમેન્ટ કરી રહ્યા હતા.

જસપ્રીત બુમરાહ ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યારે તેની ખૂબસૂરત પત્નિ સંજના ગણેશન તેના વ્યવસાયીક પ્રવાસથી ઇંગ્લેન્ડ છે. જોકે બંને એક સાથે પ્રવાસમાં સામેલ થઇ શક્યા છે. કારણ કે સંજના એક સ્પોર્ટસ એંકર છે અને તે WTC Final માં પ્રસારકર્તા ટીમની મહત્વની સભ્ય હતી. આમ કપલ પોત પોતાના કાર્યો માટે એક સાથે પ્રવાસનો આનંદ લઇ રહ્યા છે.

 66 ,  1