શું આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે જસપ્રીત બુમરાહ !

2019ના વર્લ્ડ કપમાં બુમરાહ શાનદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. આખી ટીમમાં બુમરાહને ઈન્ડિયા ટીમના સ્પેશિયલ ફેક્ટર માનવામાં આવે છે. 25 વર્ષના ફાસ્ટરની બોલિંગને દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે જોઈ ચૂક્યા છીએ.

ભારતીય ક્રિકેટ ટીમના બોલર જસપ્રીત બુમરાહથી પીચ પર આમ તો ભલભલા ખેલાડીઓ ડરી જાય છે પરંતુ પ્રેમની પીચ પર કોઈએ બુમરાહને ક્લીન બોલ્ડ કરી દિધો છે. બુમરાહનું નામ સાઉથની એક્ટ્રેસ અનુપમા પરમેસવરની સાથે જોડાયું છે.

રિપોર્ટસ મુજબ જાણવા મળ્યું છે કે અનુપમા અને બુમરાહ એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આ વાતને વેગ ત્યારે મળ્યો જ્યારે બુમરાહે અનુપમાને ટ્વિટ પર ફોલો કરવાનું શરૂ કરી દીધું હતું.

અનુપમા પરમેસવરને 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી ડેબ્યૂ કર્યું હતું. તે બાદ 2016માં તેણે તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું. અને હાલમાં તે દલકીર સલમાન સાથે કામ કરી રહી છે.

જસપ્રીતનું નામ પહેલી વાર કોઈ એક્ટ્રેસ સાથે નથી જોડાયું. જોકે એક્ટ્રેસે કહ્યું કે, હું એટલું જાણું છું કે બુમરાહ સારો પ્લેયર છે. બસ તેનાથી વધુ હું તેને નથી ઓળખતી. 2019ના વર્લ્ડ કપમાં બુમરાહ શાનદાર પ્રદર્શન બતાવી રહ્યો છે.

 12 ,  1