દહેગામ : કંથારપુરાના વતની જવાનનું મધ્યપ્રદેશમાં નિધન, ગામમાં છવાયો માતમ

ગાર્ડ ઓફ ઓનર સાથે જવાનને અંતિમ વિદાય અપાશે

ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામના વતની આર્મી જવાનનું અવસાન થતાં સમગ્ર ગામમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. મધ્યપ્રદેશમાં ફરજ બજાવતા સોલંકી જયદીપસિંહનું બિમારીના કારણે નિધન થયું છે. મૃતક જવાનની અંતિમવિધિ માટે તેનો પાર્થિવ દેહ વતન ખાતે કંથારપુરા ગામમાં લાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ગાર્ડ ઓફ ઓનર સાથે આખરી સલામી આપવામાં આવશે, ત્યારે અંતિમ વિદાયની તૈયારીઓ શરૂ કરાઇ છે. જવાનના અચાનક મોતના સમાચાર મળતા કંથારપુરા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

દહેગામ તાલુકામાં આવેલા કંથારપુરા ગામના વતની જયદીપસિંહ રૂપસિંહ સોલંકી મધ્યપ્રદેશમાં આવેલા સાગર જિલ્લા ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. જો કે બિમારીના કારણે અંતિમશ્વાસ લીઘા હતા. જવાન જયદીપસિંહના મૃત્યુ અંગે કંથારપુરા સ્થિત તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતા આભ તૂટી પડ્યું હતું. ત્યારબાદ જયદીપસિંહના મૃતદેહને અંતિમ વિધિ મટે કંથારપુરા લાવવાની તેયારી આરંભી દેવામાં આવી છે.

આજે અંતિમ વિધિ માટે ગામમાં પાર્થિવ દેવ લાવવામાં આવી રહ્યો હોવાની વાત મળતા મોટી સંખ્યામાં લોકો કંથારપુરા ગામમાં ઉમટી પડ્યા છે. જયદીપસિંહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી