September 21, 2020
September 21, 2020

ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ જયેશ પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલ ભાજપમાં જોડાયા

ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ જયેશ પટેલ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્ય મુકેશ પટેલ, સુમુલના ચેરમેન રાજુ પાઠક અને જિલ્લાના મહામંત્રી સંદીપ દેસાઇની ઉપસ્થિતિ વચ્ચે જયેશ પટેલે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ખેડૂત અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

જયેશ પટેલના ભાજપના જોડાવા પર પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું, કે સ્થાનિક સહકારી આગેવાનોની ઈચ્છા હતી કે  જયેશભાઈ ભાજપમાં જોડાય. તેઓ પહેલેથી ભાજપની પેનલ સાથે જોડાયેલા છે. ચૂંટણીમાં અમારી જીત નિશ્ચિત જ છે. પણ આ જીત સંઘર્ષ વગર થાય તે જરૂરી છે. આદિવાસી પશુપાલકોના ભલા માટે જયેશભાઈનો સાથ સહકાર મળ્યો છે. 

અત્રે જણાવવાનું કે સુમુલ ડેરી સુરત અને દક્ષિણ ગુજરાતની મોટી ડેરી છે. 2.5 લાખથી વધુ પશુપાલકો તેની સાથે જોડાયેલા છે. સુમુલ ડેરી સારી ક્વોલિટીનું દૂધ લોકોને પહોંચાડે છે. ડેરીની ચૂંટણીમાં કોઈ જૂથ નથી. બધા ભાજપના આગેવાનો અને કાર્યકરો છે. હું આજે પણ મારી વાત પર કાયમ છું. ગુજરાતમાં ભાજપની સરકાર મજબુત છે. મેં કાર્યકરો માટે વાત કરી હતી કે તેમણે પક્ષને જીતાડવાનો છે. કાર્યકરોના દમ પર જ લડીશું અને જીતીશું. કાર્યકરો પૂરી મહેનત કરશે એટલે કોઈને લાવવાની જરૂર રહેશે નહીં. કોંગ્રેસને મારે કોઈ જવાબ આપવાની જરૂર નથી. હું મારા પક્ષ અને મારા કાર્યકરો માટે શું સારુ છે તે કામ કરું છું. 

જણાવી દઇએ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે રાજ્ય સરકાર સામે ટેકાના ભાવ, પાક વિમાની ચૂકવણી તેમજ બુલેટ ટ્રેનના અસરગસ્તો સાથે રહી ભાજપ સામે અનેકવાર અવાજ ઉઠાવ્યો છે. જયેશ પટેલ છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો, પશુપાલકોના પ્રશ્નો બાબતો સરકાર સામે રહી બિનરાજકીય આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લાં 20 વર્ષથી જાહેર જીવન સાથે સંકળાયેલા જયેશ પટેલ 20 વર્ષથી સુમુલ ડેરીના ડિરેક્ટરે પદે અને 20 વર્ષથી ઓલપાડ ખરીદ-વેચાણ સંઘ સાથે પણ સંકળાયેલા છે.

 89 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર