ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા જીવણદાદાનું નિધન, CM રૂપાણીએ શિશ ઝૂકાવી નમન કર્યું

 ખેડૂતોના તથા ખેતીના હિત માટે મજબૂત સંગઠનનો પાયો નાખનાર જીવણભાઈ પટેલનું નિધન

ગુજરાતમાં કિસાન સંઘની સ્થાપના કરનારા જીવણભાઈ પટેલનું નિધન થયું છે. ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા તેમજ તેમના હક માટે લડનારા અને જીવણદાદાના હુલામણા નામથી ઓળખતા જીવણ પટેલનું આજે 86 વર્ષની ઉંમરે UN મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. કોરોનાને માત આપ્યા બાદ ગઈ કાલે ફરી તેમની તબિયત લથડી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સંઘના વરિષ્ઠ નેતા જીવણભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. 

જીવણભાઈ પટેલ ખેડૂત નેતાની સાથે સંઘના વરિષ્ઠ કાર્યકર્તા પણ હતા. તેઓ કિસાન સંઘના સ્થાપકોમાંના એક હતા. આજે કિસાન સંઘ કાર્યાલય પર જીવણદાદાના નશ્વર દેહને લાવવામાં આવ્યા હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે તેમના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

શ્રદ્ધાંજલિ આપીને વિજય રૂપાણીએ કહ્યું કે, આદરણીય જીવનદાદા તેમના દુઃખદ અવસાનથી એક સંનિષ્ઠ નિષ્ઠાવાન ખેડૂત આગેવાન ગુમાવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અદના કાર્યકર તરીકે માતૃભૂમિ માટે દેશ માટે લગભગ જીવન સમર્પિત અને અને ભૂતકાળમાં અને કિસાન સંઘ નવા મુકામ ઉપર લઈ જવાનું છે. જેમનો સખત પરિશ્રમ હતો. ખેડૂત સુખી-સંપન્ન બને એ માટે એમની પૂરી તાકાત કામે લગાવી હતી. ગુજરાતમાં જાહેર અને સામાજિક જીવનમાં મોટા નેતાની ખોટ પડી છે. જીવણ દાદાને શ્રદ્ધાંજલિ આપીશું. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે.

 19 ,  1