જેટ એરવેઝના ચેરમેન ગોયલ દંપતિએ આપ્યું રાજીનામું, કંપનીના શેર્સમાં 15% સુધીનો ઉછાળો

આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝના બોર્ડ મેમ્બર્સમાંથી નરેશ ગોયલ અને તેમના પત્ની અનીતા ગોયલે રાજીનામું આપ્યું. ઉલ્લેખનિય છે કે નરેશ ગોયલ જેટ એરવેઝના ટોચના પ્રમોટર્સમાંના એક હતા. નરેશે અગાઉ પણ રાજીનામું આપવાની વાત કહી હતી. તેઓએ કટોકટી વચ્ચે કર્મચારીઓને લાગણીશીલ પત્ર પણ લખ્યો હતો. પત્રમાં નરેશે જણાવ્યું હતુ કે તેઓ કોઈપણ બલિદાન માટે તૈયાર છે.

નરેશ ગોયલના ગયા પછી જેટના ધિરાણકર્તા સંગઠનના સભ્ય તેમનો 51 ટકા હિસ્સાને એરલાઇન્સમાં મેળવી શકે છે. તે પછી, આગામી અઠવાડિયામાં નવા ખરીદદારો માટે શોધ શરૂ કરવામાં આવશે. નરેશ ગોયલ પછી સીઇઓ વિનય દુબે જેટ એરવેઝને કટોકટીમાંથી બહાર કાઢવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

બીજી તરફ ખબર એ છે કે જેટ એરવેઝને કટોકટી ભંડોળ મળવાનો પણ રસ્તો મળી ગયો છે. જેમાં પંજાબ નેશનલ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી 25 વર્ષ જુની આ એરલાઇન્સને પ્રાથમિકતા પર ભંડોળ આપવામાં આવશે. ધિરાણકર્તા સંગઠન દ્વારા પ્રાથમિકતા પર ફંડ મળવા પર જેટ એરવેઝને મદદ મળશે. જ્યાં સુધી કંપનીને બચાવવાનો કોઇ પ્લાન નથી મળી જતો ત્યાં સુધી તે ચાલતી રહેશે.

જેટ એરવેઝના શેર્સમાં 15%નો ઉછાળો
ગોયલના રાજીનામાની ખબર આવતાંની સાથે શેર્સમાં તેજી આવી ગઈ. NSE પર આ 15.46% વધારાની સાથે 261 રૂપિયા પર બંધ થયો. BSE પર 12.69% ઉપર 254.20 રૂપિયાએ ક્લોઝ થયો.

 124 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી