ભારતની જાણીતી ખાનગી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ કે જે થોડાક સમય પહેલા નફો કમાતી હતી તે હવે જાણેકે બંધ થવાની અણી પર હોય તેમ 31 માર્ચ સુધીમાં લેણદારોને નાણા ચુકવવામાં નિષ્ફળ જતા કંપનીએ પોતાના જ વિમાનોને જોખમમાં મુક્યા છે.
જેટ એરવેઝ ઉપર કુલ 8500 કરોડ ચોખું દેવું છે. કંપનીને રોજે રોજ 21 કરોડનું નુકસાન થઇ રહ્યું છે. વિમાનો ચલાવવા માટે તાકીદે 1500 કરોડની જરૂરીયાત છે. પરંતુ સ્ટેટ બેંક સહિત અન્ય બેન્કોએ તેને હજુ મદદ કરી નથી પરિણામે જેટ એરવેઝ બંધ થવાની અણી પર હોય તેવું એક વ્યાપારિક ચિત્ર ઉપસી રહ્યું છે.
73 , 6