કોંગ્રેસના ભારે વિરોધ વચ્ચે જેઠા ભરવાડની ઉપાધ્યક્ષ તરીકે વરણી

નીમાબેન આચાર્ય વિધાનસભાના અધ્યક્ષ

આજથી ગુજરાતમાં વિધાનસભાના બે દિવસના ચોમાસું સત્રનો પ્રારંભ થો છે. પ્રથમ દિવસે આજે ગુજરાતની નવી સરકાર રચાયા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે તમામની બહુમતી બાદ નીમાબેન આચાર્યની પસંદગી કરવામાં આવી છે જે બાદ ઉપાધ્યાક્ષ માટે કોંગ્રેસના ભારે વિરોધ બાદ પણ જેઠા ભરવાડની વરણી કરવામાં આવી છે.

વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે ધારાસભ્યોનો મત લેવામાં આવ્યો હતો. જે બાદ પાર્ટીએ રૂપાણી સરકાર વખતે ઉપાધ્યક્ષ રહી ચૂકેલા નિમાબેન આચાર્યને અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમની સર્વાનુમતે વરણી થઈ હતી. પણ ઉપાધ્યક્ષના નામને લઈ કોંગ્રેસ વિરોધ કરી રહી હતી, સરકારે જેઠા ભરવાડને વિધાનસના ઉપાધ્યક્ષ તરીકે નામ મૂક્યું હતું જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ માટે અનિલ જોષીયારાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે બાદ કોંગ્રેસની માંગને નકારી સરકાર દ્વારા બહુમતીને આધારે જેઠા ભરવાડનું વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. જેમાં વિપક્ષ નેતાએ મત વિભાજનની માગણી કરી પણ સરકારે બહુમતીના જોરે ધ્વનિમતની જેઠા ભરવાડને ઉપાધ્યક્ષ પર બેસાડ્યા હતા.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી