જ્હાનવી કપૂરે દુબઈના બીચ પર કર્યો ‘લુંગી ડાન્સ’

બોલ્ડ ફોટો જોઈને તમે પણ થઈ જશો દિવાના..

બોલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર હાલમાં તેની બહેન ખુશી કપૂર સાથે રજાઓ માણી રહી છે. બંને બહેનો જ્હાનવી કપૂર અને ખુશી કપૂર આ રજાઓમાં ખૂબ જ મસ્તી કરી રહી છે. જેની ઝલક સોશિયલ મીડિયા દ્વારા જોઈ શકાય છે. તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે જ્હાનવી કપૂર દરિયા કિનારે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપી રહી છે. આ ફોટામાં તેના લુકની વાત કરીએ તો તેણે મલ્ટીકલર ટૂ-પીસ પહેર્યું છે. જ્હાનવીના આ ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

જ્હાનવી કપૂરે આ ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ તસવીરો સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે ‘લુંગી ડાન્સ’. આ ફોટો જોતાં જ તેની કાકી મહિપ કપૂરે ફાયર ઇમોજી પોસ્ટ કર્યું છે. આ સાથે ચાહકો પણ જોરદાર કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. તેના એક પ્રશંસકે કોમેન્ટમાં લખ્યું છે કે ‘કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે’ તો કોઈએ લખ્યું છે ‘ખૂબસુરત’.

જ્હાનવી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જ્હાનવી કપૂરનો લુક પણ જોવા મળી રહ્યો છે. જ્હાનવી કપૂરની આ તસવીરો તેના ફેન્સને પણ પસંદ આવી રહી છે.

જ્હાનવી કપૂરના કામની વાત કરીએ તો જ્હાનવીએ ઈશાન ખટ્ટર સાથેની ફિલ્મ ‘ધડક’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ સાથે તેની હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી’ તાજેતરમાં રીલિઝ થઈ હતી. હવે જ્હાનવી કપૂર ટૂંક સમયમાં ‘દોસ્તાના 2’ અને ‘ગુડ લક જેરી’માં જોવા મળશે.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી