ઝારખંડ: મુસ્લિમ યુવકને ચોરીની શંકામાં થાંભલા સાથે બાંધીને માર્યો ઢોર માર, મોત

ઝારખંડના સરાયકેલામાં બાઈક ચોરી કરવાના આરોપમાં ભીડે એક યુવક સાથે થાંભલે બાંધીને મારઝુડ કરી હતી. ત્યારબાદ શનિવારે આ યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત થઈ ગયું હતું. હવે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મારઝુડ દરમિયાન તેની પાસે જયશ્રી રામના નારા પણ લગાવડાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના આધારે પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, 24 વર્ષીય તબરેઝ અંસારી જમશેદપુરથી પોતાના ગામે જઈ રહ્યો હતો. તે સમયે તેને ઘાતકીડીહ નામના ગામમાં ભીડે ચોરીની આશંકામાં ઘેરી લીધો. ચોરીનો આરોપ લગાવતાં લોકોએ તેને વીજળીના થાંભલા સાથે બાંધી દીધો અને ઢોર માર માર્યો.

તબરેજ સાથે એક કલાક સુધી મારઝૂડ કરવામાં આવી. 18 જૂને તેને પોલીસ હવાલે કરી દેવાયો. કોર્ટે તબરેઝને કસ્ટડીમાં મોકલી દીધો. 22 જૂને ખૂબ જ ખરાબ સ્થિતિમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.

 46 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી